રિપોર્ટ@બોટાદ: સુખભાદર ડેમ ઓવરફ્લો થતાં 4 દરવાજા એક ફૂટ ખોલાયા
ડેમમાં 90% કરતાં વધારે પાણીની આવક થઈ
Aug 30, 2024, 08:16 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે. બોટાદના સુખભાદર ડેમમાં 90% કરતાં વધારે પાણીની આવક થઈ હતી. આજે સવારના ડેમ ઓવરફ્લો થતાં ડેમના 4 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે.
ડેમના દરવાજા ખોલવામાં આવતાં ડેમ નીચેના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. ત્યારે સુખભાદર ડેમના દરવાજા ખોલ્યા તે સમયના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાનાં 20 ગામોને એલર્ટ કરાયાં છે.