રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં છઠ મહાપૂજાની ભવ્ય ઉજવણી, લોકો છઠી મૈયાના દર્શન કરવા અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવા માટે ઉમટી પડ્યા
વરસાદ હોવાને કારણે થોડી અવ્યવસ્થા થઈ રહી છે. લોકોને પૂજા કરવામાં તકલીફ પડી રહી છે.
Oct 27, 2025, 17:26 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રજીમાં છઠ મહાપૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો છઠી મૈયાના દર્શન કરવા અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવા માટે ઉમટી પડ્યા.સૂર્યદેવની આરાધનાના મહાપર્વ છઠ પૂજાની સુરત અને અમદાવાદમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે. સુરત મહાનગરપાલિકાએ પર્વને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓની સુવિધા માટે 10 કુદરતી ઘાટ અને 15 કૃત્રિમ તળાવો સહિત કુલ 25 સ્થળોએ વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે. તમામ સ્થળોએ સફાઈ, લાઇટિંગ, પીવાના પાણી, મોબાઇલ શૌચાલય, સુરક્ષા માટે ફાયર/NDRF ટીમો અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
શ્રદ્ધાળુઓ, ખાસ કરીને બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના લોકો, શ્રદ્ધા સાથે છઠી મૈયાના દર્શન કરવા અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવા માટે ઉમટી પડ્યા છે. ઇન્દિરા બ્રિજ ખાતે આવેલા છઠ પૂજા ઘાટ સહિતના સ્થળો પર મહિલાઓએ કુંડમાં ઊભા રહીને હાથમાં શ્રીફળ અને અગરબત્તી રાખીને ભક્તિભાવ સાથે અર્ઘ્ય અર્પણ કર્યું હતું, જેના કારણે તમામ સ્થળો પર ભારે ભીડ જોવા મળી રહી છે.
અમદાવાદ શહેરના ઇન્દિરા બ્રિજ નીચે વર્ષોથી છઠ પૂજાને લઈને આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ કોર્પોરેશન દ્વારા છઠ પૂજાનું આયોજન કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં બિહારના લોકો છઠી મૈયાની પૂજા કરવા પહોંચ્યા છે, પરંતુ આ વર્ષે વરસાદ હોવાને કારણે થોડી અવ્યવસ્થા થઈ રહી છે. લોકોને પૂજા કરવામાં તકલીફ પડી રહી છે.

