રિપોર્ટ@ગુજરાત: વડાપ્રધાને જોઈને બાળક ધ્રુસકે ધ્રુસકે રડ્યું, જાણો મોદીએ શું કહ્યું ?

આમાં એડ્રેસ લખ્યું હશે તો હું તને જરૂર ચિઠ્ઠી લખીશ.
 
રિપોર્ટ@ગુજરાત: વડાપ્રધાને જોઈને બાળક ધ્રુસકે ધ્રુસકે રડ્યું, જાણો મોદીએ શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે વડાપ્રધાન મોદી  ગુજરાતની મુલાકાતે આવેલ  છે. ભાવનગરમાં  તેમણે  રોડ શો કર્યો હતો. પછી તેમણે સભા સંબોધી હતી. આ સભા જ્યારે પૂરી થવા આવી ત્યારે મોદીની સામે તેમનું પેઇન્ટિંગ લઈને ઉભેલો એક બાળક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું હતું. આ સમયે મોદીની નજર પડતાં જ તેઓ બોલ્યા કે એક નાનું બાળક ચિત્ર બનાવીને લાવ્યું છે. ક્યારથી ઊભું છે, તેના હાથ દુખતા હશે.

કોઈ જરા તેને કલેક્ટ કરે, શાબાશ દીકરા, રડવાની જરૂર નથી, ચિત્ર મળી ગયું છે. જો આમાં એડ્રેસ લખ્યું હશે તો હું તને જરૂર ચિઠ્ઠી લખીશ. આ બાળકોના પ્રેમથી મોટી જિંદગીની મૂડી શું હોઈ શકે? પીએમ મોદીનું પેઇન્ટિંગ લઈને આવેલા રવિ સંજયભાઈ પરમાર નામના બાળકે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું નાગધણીબા ગામેથી મોદીસાહેબનું ચિત્ર દોરીને લાવ્યો હતો અને તેમણે મારું ચિત્ર સ્વીકાર્યું અને મને બહુ જ ખુશી થઈ. મને મારા ઘરેથી બધા કહેતા હતા કે કોઈ તારું ચિત્ર સ્વીકારશે નહીં.રવિ પરમારે આગળ જણાવ્યું હતું કે મને તો હતું નહીં કે મારું ચિત્ર સ્વીકારશે, પણ હું મારા પર વિશ્વાસ રાખી અહીં સુધી પહોંચી ગયો અને કેટલાક પોલીસસાહેબે પણ મારી મદદ કરી અને તેમણે મને સ્ટેજ પાસે આવવાનો મોકો દીધો.

એટલા માટે મારું ચિત્ર મોદીસાહેબે સ્વીકાર્યું. મને કહેવાનું મન થાય છે કે મોદીસાહેબે મારું ચિત્ર લીધું એવી જ રીતે મારું સન્માન કર્યું અને બધા વચ્ચે મારું ચિત્ર લીધું એવી જ રીતે બીજાં બાળકોનું પણ આવી રીતે મોદીસાહેબ સન્માન કરે એવું કહેવા માગું છું.