રિપોર્ટ@ગુજરાત: મોડલ યુવકના હત્યારાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી.
 
રિપોર્ટ@ગુજરાત: મોડલ યુવકના હત્યારાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બે દિવસ અગાઉ મુર્ડર અને લૂંટની ઘટના બની હતી. આરોપી મોડલ યુવકની હત્યાકરના હત્યારો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિપુલ પરમારની ધરપકડ કરી છે. ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી.

એક યુવક-યુવતી મોડીરાત્રે નર્મદા કેનાલ પાસે પોતાના બર્થ ડે સેલિબ્રેશનમાં મસ્ત હતા. ત્યાં એક અજાણ્યો શખસ લૂંટના ઇરાદે પહોંચ્યો હતો. ત્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં તે શખસે છરીથી હુમલો કર્યો હતો.

આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટનાસ્થળે મોત થઈ ગયું અને યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.