રિપોર્ટ@ગુજરાત: કમોસમી વરસાદને કારણે ડાંગર, કપાસ, તમાકુ, એરંડા, બાજરી, શાકભાજી સહિતના પાકોમાં નુકસાન

નાગરિકોને નદી, નાળા અને તળાવ જેવા વિસ્તારોના નજીક ન જવા સૂચના આપવામાં આવી છે.
 
રિપોર્ટ@ગુજરાત: કમોસમી વરસાદને કારણે ડાંગર, કપાસ, તમાકુ, એરંડા, બાજરી, શાકભાજી સહિતના પાકોમાં નુકસાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેના પગલે રાજ્યનાં કેટલાક વિસ્તારમાં વરસાદ નોધાયો છે. કમોસમી વરસાદને કારણે જગતનો આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. કુદરતી આફત વરસતા ખેતરમાં રહેલા મગફળી, ડાંગરના પાથરા પાણીમાં ડૂબ્યાં છે.

ખેતરમાં રહેલાં અનાજના ઢગલાને લાતપત્રીથી ઢાંક્યાં છતાં પાણી ઘૂસી જતાં ખેડૂત ખોબેથી પાણી ખાઢ્તો નજરે પડ્યો હતો. માવઠાંને પગલે ઘરતીપુત્રોને ડાંગર, કપાસ, તમાકુ, એરંડા, બાજરી, શાકભાજી સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વખત આવ્યો છે.

હવામાન વિભાગની 26થી 28 ઑક્ટોબર વચ્ચેની વરસાદની આગાહી અનુસંધાને ભાવનગરવાસીઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. સાથે નાગરિકોને નદી, નાળા અને તળાવ જેવા વિસ્તારોના નજીક ન જવા સૂચના આપવામાં આવી છે.