રિપોર્ટ@સુરત: ઉધના સ્ટેશનો પરથી અનારક્ષિત ‘પૂજા સ્પેશિયલ ટ્રેનો’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ શરૂ થઈ ગઈ છે.
Oct 14, 2025, 10:52 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને ઉધના અને વલસાડ સ્ટેશનો પરથી અનારક્ષિત ‘પૂજા સ્પેશિયલ ટ્રેનો’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનો 14થી 29 ઓક્ટોબર સુધી દરરોજ ઉત્તરપ્રદેશ અને બિહારના વિવિધ શહેરો માટે દોડશે, જેનાથી મુસાફરોને સસ્તી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળશે.
સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ શરૂ થઈ ગઈ છે. આ ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટ વેચાણના પ્રતિબંધ બાદ હવે 15 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઉધના સ્ટેશન પરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ પર અસ્થાયી રોક મૂકવામાં આવી છે. ઉધના રેલવે સ્ટેશન અને સુરત રેલવે સ્ટેશન પર પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.

