રિપોર્ટ@દેશ: સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન મંજૂર
વચગાળાના જામીન મંજૂર
May 10, 2024, 15:25 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીના મુખ્યમંત્રીને જામીન મંજૂર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. આજે લગભગ પાંચ મિનિટ સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને એફિડેવિટ પર સુનાવણી દરમિયાન કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.
કોર્ટે કેજરીવાલને 2 જૂને કોઈપણ સંજોગોમાં સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમના ચૂંટણી પ્રચાર કરવા પર કોઈ રોક નથી. દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ 40 દિવસથી તિહાર જેલમાં બંધ છે. તેઓ આજે સાંજ સુધીમાં જેલમાંથી બહાર આવી શકે છે.
જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું, 'ઇડીએ ઓગસ્ટ 2022માં કેસ નોંધ્યો હતો. માર્ચ (2024)માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ 1.5 વર્ષ માટે ક્યાં હતા? ધરપકડ પછીથી અથવા અગાઉ થઈ શકતી હતી. 21 દિવસ અંદર કે બહારથી કોઈ ફરક પડવો જોઈએ નહીં.