રિપોર્ટ@ગુજરાત: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

માઈભક્તોએ મંદિરના શિખર પર ધજા ચઢાવી હતી
 
ધાર્મિક@પાવાગઢ: શક્તિપીઠ મહાકાળી મંદિરમાં નવરાત્રિ દરમિયાન દર્શનના સમય ફેરફાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અત્યાર સુધી નવલી નવરાત્રિમાં હજારો ભાવિકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. નવરાત્રિના છઠ્ઠા દિવસે પણ મહાકાળી માતાજીના મંદિરે ભક્તો ઉમટ્યા છે

મહાકાળી માતાજીના દર્શન કરવા માટે અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુંઓ આવ્યા હતા અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. માઈભક્તોએ મંદિરના શિખર પર ધજા ચઢાવી હતી અને મંદિરના પરિસરમાં ગરબે પણ ઘુમ્યા હતા.નવરાત્રિ દરમિયાન ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાવાગઢમાં ઉડ્ડન ખટોલામાં બેસવા માટે શ્રદ્ધાળુંઓની લાંબી લાઈન લાગી હતી. રવિવારના લીધે પાવાગઢ મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો આવી શકે છે