રીપોર્ટ@દહેગામ:કેયુર ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવી,જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

10મું ધોરણ ભણતા 14 વર્ષના કિશોરે આપી દીધો પોતાનો જીવ

 
ગુજરાતઃ પત્નીના હત્યાના ગુનામાં પતિએ જેલમાં કરી લીધો આપઘાત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 વધુ એક આપઘાતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા ગાંધીનગર ના દહેગામ શહેર માંથી સામે આવી છે. દહેગામ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા 14 વર્ષીય કિશોરના માતા પિતા અને બહેન બજારમાં ગયા હતા ત્યારે કિશોરે તેના ઘરના ઉપરના માળે જઈને ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ સમગ્ર બનાવ અંગે મૃતકના માતા પિતાનો આક્ષેપ છે કે, સ્કૂલના શિક્ષક વિદ્યાર્થીને સતત ટોર્ચર કરતા હતા. હાલ દહેગામ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

દહેગામ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતો અને શહેરની ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં ચાલુ વર્ષે ધોરણ 10માં અભ્યાસ કરતા કેયુર ઉર્ફે કુશ પ્રવિણકુમાર અંબાડીયાના માતા-પિતા અને બહેન ગઈકાલે સાંજે બજારમાં શાકભાજી લેવા માટે બહાર ગયા હતા.

તે સમયે કેયુર ઘરના ઉપરના માળે જઈને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવી લીધું હતું. બજારમાંથી જયારે માતા-પિતા અને બહેન ઘરે આવ્યા ત્યારે કેયુરને ઘરમાં નહીં જોતા તેમને ઉપરના માળે તપાસ કરી ત્યારે ગળેફાંસો ખાધેલી હાલતમાં નજરે ચઢતા સમગ્ર પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.

જયારે આ સમગ્ર ઘટના વિષે પોલીસને જાણ થઇ ત્યારે તેઓ ઘટનાની ઘમ્ભીરતા સમજને તરતજ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે મૃતકના પિતા પ્રવીણભાઈ અંબાડીયા અને માતા જયાબેન

અંબાડીયા સાથે વાત કરી હતી. વાત કરતા માતા-પિતાએ કહ્યું કે શાળાના નિકુંજભાઈ નામના શિક્ષક અભ્યાસમાં થોડો નબળો હોવાથી સતત ટોર્ચર કરતા હતા.

કેયુર અભ્યાસમાં થોડો નબળો હોવાથી શિક્ષક વારંવાર તેને અપશબ્દો બોલતા હતા અને ટોર્ચરિંગ કરતા અન્ય વિદ્યાર્થીઓ પણ કેયુરની વારંવાર મજાક ઉડાવીને માનસિક ત્રાસ આપતા હતા આવો આક્ષેપ મૃતક કેયુર ના માતા-પિતા દ્વારા લગાવામાં આવ્યો છે. આ હેરાનગતિને પગલે માતા પિતા તે શિક્ષકને મળ્યા હતા અને જણાવ્યું હતું કે વર્તનથી દીકરો ડિપ્રેશનમાં સરી રહ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલે ફરિયાદ નોધીને વધુ તપાસ કરી રહી છે.