રિપોર્ટ@ભુજ: મહિલાઓ દારૂના અડ્ડા પર પહોંચી અને સામગ્રી એકત્ર કરી સળગાવી નાખી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નલિયા નજીક આવેલા છાડુંરા ગામ પાસે એક ઢાબામાં દેશી દારુનું વેચાણ થતું હોવાની સ્થાનિક મહિલાઓને જાણ થતા મહિલાઓ દારૂના અડ્ડા પર પહોંચી હતી. મહિલાઓએ હલ્લાબોલ કરી દારૂના અડ્ડામાં તોડફોડ કરી હતી અને દારૂ બનાવવાની સામગ્રી એક જગ્યા પર એકત્ર કરી સળગાવી નાખી હતી. આ સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે.
કચ્છમા દારૂના ખુલ્લઆમ ચાલી રહેલા વેપલા સામે કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નલિયા સીપીઆઈ અને પીઆઈને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. નલિયાથી ત્રણ કિમી દારૂ છાડુરા ગામ પાસે આવેલા ઢાબા પર પણ પ્યાસીઓ ભેગા થતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. દારૂના અડ્ડાઓના કારણે આસપાસમાંથી પસાર થતા લોકોએ મુશ્કેલી પડતી હોય સ્થાનિક મહિલાઓ દ્વારા ઢાબા પર જનતા રેડ કરી દારૂ બનાવવાની સામગ્રીનો નાશ કર્યો હતો.
નલિયા નજીક આવેલા છાડુરા ગામ પાસેની નાગ્ણેરાય હોટલમાં રહેતા જુવાનસિંહ હઠેસિંહ રાઠોડ નામના શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જુવાનસિંહ દ્વારા છાડુરા ગામની સીમમાં આવેલા સતીમાતાના મંદિર પાસે આવેલ પાણીના વોકળામાં બે ટાંકામાં દેશી દારૂ બનાવવા માટેનો 700 લીટર આથો સંગ્રહ કરીને રાખ્યો હતો. જે પોલીસે કબજે કર્યો હતો.