રિપોર્ટ@અમદાવાદ: બિલ્ડરની સ્કીમમાં પર્યાવરણ સર્ટીફીકેટ વિરુદ્ધ થયા સવાલ, ફ્લેટ ધારકની ચોંકાવનારી રજૂઆત

સંબંધિત કચેરીના કાગળો આધારે પર્યાવરણ સર્ટીફીકેટ આપે છે. 
 
રિપોર્ટ@અમદાવાદ: બિલ્ડરની સ્કીમમાં પર્યાવરણ સર્ટીફીકેટ વિરુદ્ધ થયા સવાલ, ફ્લેટ ધારકની ચોંકાવનારી રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સરેરાશ અડધા કરોડનો ફ્લેટ ખરીદ્યા બાદ રહીશે સ્કીમમાં સરકાર દ્વારા અપાતાં સર્ટીફીકેટનો મુદ્દે ચોંકાવનારી રજૂઆત કરી છે. સદર સ્કીમમાં પર્યાવરણ લગત સર્ટીફીકેટ મેળવવા/આપવામાં લાલિયાવાડી થઈ અથવા જાણીજોઈને કરી હોવાનો આક્ષેપ થયો છે. રેસીડેન્સીયલ પ્રોજેક્ટમાં પર્યાવરણ સર્ટીફીકેટ માટે વોટર હાર્વેસ્ટિગ સહિતની વ્યવસ્થાઓ નહિ હોવા છતાં સદર પ્રોજેક્ટને કેમ અને કેવી રીતે પર્યાવરણીય સર્ટીફીકેટ ઇસ્યુ થયું તે મુદ્દે ફ્લેટ ખરીદનારે સંબંધિત કચેરીમાં રજૂઆત કરી છે. અહિં સવાલ એ પણ ઉભો થાય છે કે, શું પર્યાવરણ સર્ટીફીકેટ આપતાં પહેલાં અને આપ્યા પછી પ્રોજેક્ટનું ક્રોસિંગ કેમ થતું નથી? શું ક્રોસ તપાસ નહિ હોવાને કે નહિ કરતાં હોવાથી ક્ષતિઓ વચ્ચે પણ બિલ્ડર જરૂરી સર્ટીફીકેટ મેળવી શકે છે? આ સવાલ સાથે જાણીએ સમગ્ર અહેવાલ....

રિપોર્ટ@અમદાવાદ: બિલ્ડરની સ્કીમમાં પર્યાવરણ સર્ટીફીકેટ વિરુદ્ધ થયા સવાલ, ફ્લેટ ધારકની ચોંકાવનારી રજૂઆત


અમદાવાદ જિલ્લાના વસ્ત્રાલ, ઓઢવ, નરોડા, નિકોલ સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રેસીડેન્સીયલ પ્રોજેક્ટ ચાલી રહ્યા તો અનેક પૂર્ણ પણ થયા છે. જેમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી શ્રીધર નામની રેસીડેન્સીયલ સ્કીમમાં પર્યાવરણ સર્ટીફીકેટ વિરુદ્ધ ખુદ ફ્લેટ ધારકે ગંભીર સવાલો ઉભા કરી ખરાઇ કરવા/કરાવવા રજૂઆત કરી છે. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ હેઠળની સ્પેશ્યલ ઓથોરિટીના નિયમો મુજબ રેસીડેન્સીયલ પ્રોજેક્ટમાં વોટર હાર્વેસ્ટિગ સહિતની વ્યવસ્થાઓ ફરજિયાત હોવી જોઈએ અને આ વ્યવસ્થા ઉભી કરી હોય પછી જ ધોરણસરની પ્રક્રિયા કરી પર્યાવરણીય સર્ટીફીકેટ અપાય છે. જોકે વસ્ત્રાલની શ્રીધર સ્કીમમાં પર્યાવરણ સર્ટીફીકેટ આપવામાં વ્યવસ્થાઓને દરકિનાર કરી હોવાનો દાવો ફ્લેટ ધારક વિનય વિઠ્ઠલપરાએ કર્યો છે અને તે લગતની ફરિયાદ કરી છે. નીચેના ફકરામાં પણ વાંચો પર્યાવરણ સર્ટીફીકેટ મામલે સદર પ્રોજેક્ટ અને અધિકારીઓની ભૂમિકા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્ટેટ લેવલ એપ્રેઈઝલ ઓથોરિટીના સભ્ય સચિવ તેમની ટીમ મારફતે અને સંબંધિત કચેરીના કાગળો આધારે પર્યાવરણ સર્ટીફીકેટ આપે છે. જોકે પર્યાવરણ સર્ટીફીકેટ ઈશ્યુ કરતાં પહેલાં જે વ્યવસ્થાઓ પ્રોજેક્ટમાં હોવી ફરજિયાત છે તેની ખાત્રી કે સ્થળ તપાસ કરવામાં આવે છે ? જો રેસીડેન્સીયલ પ્રોજેક્ટની મુલાકાત બાદ સર્ટીફીકેટ અપાતું હોય તો વસ્ત્રાલની શ્રીધર સ્કીમમાં કેમ ફ્લેટના જ રહીશ વિનય વિઠ્ઠલપરાએ ગાંધીનગર સ્થિત ઓથોરિટીના સર્ટીફીકેટ વિરુદ્ધ સવાલો કરી રજૂઆત કરી છે? આટલું જ નહિ, અરજદારે તો આ બિલ્ડરની તમામ સ્કીમોમાં વોટર હાર્વેસ્ટિગ સહિતની જોગવાઈ હેઠળની વ્યવસ્થા નહિ હોવાનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે.