રિપોર્ટ@મહેસાણા: ઇકો ગાડીમાં અચાનક ભયાનક આગ લાગતા દોડધામ મચી

ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો

 
રિપોર્ટ@મહેસાણા: ઇકો ગાડીમાં અચાનક ભયાનક આગ લાગતા દોડધામ મચી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આગ લાગવાના બનાવો ખુબજ વધીન ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. વિસનગરથી સદુથલા ગામ તરફ જવાના રોડ પર ઇકો ગાડીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં ડ્રાઈવર સહિત બે માણસોએ સમય સૂચકતા દાખવી ગાડીમાંથી બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. જેમાં આગ લાગવાને કારણે ઇકો ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.

આગ લાગવાની જાણ વિસનગર ફાયર ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. જેથી આગને લાગતા રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વિસનગરથી મહેસાણાના ચલૂઆ ગામે ગુરુવારની રાત્રે જતી ઇકો ગાડી સદુથલા ગામ નજીક પહોંચતા અચાનક ધુમાડો નીકળતા ડ્રાઈવર સહિત બે માણસોએ ગાડી ઉભી રાખી બહાર નીકળી ગયા હતા. જેમાં ગાડી ઊભી રાખી બહાર નીકળતા અચાનક જ ઇકો ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ઇકો ગાડીમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

સમયસૂચકતા દાખવી ડ્રાઈવર સહિત બે લોકો બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. આગ લાગવાની જાણ વિસનગર ફાયર ટીમને કરતા તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી એવું ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.