રિપોર્ટ@રાજકોટ: ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન રદ થતાં ખેડૂતોમાં ભારે રોષ

આ મેસેજ માત્ર ચકાસણીનો એક ભાગ છે અને ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી.
 
રિપોર્ટ@રાજકોટ: ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન રદ થતાં ખેડૂતોમાં ભારે રોષ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ટેકાના ભાવે મગફળીના રજિસ્ટ્રેશન કરાવેલા અનેક ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજ મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ તાલુકાના કણકોટ, રામનગર અને વાગુદડ જેવા ગામોમાં ખેડૂતો એકઠા થયા હતા અને જસદણ પંથકમાં પણ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર મામલે જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિબેન પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ મેસેજ માત્ર ચકાસણીનો એક ભાગ છે અને ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી.

સરકાર દ્વારા હાલ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખેતપાકોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયામાં સેટેલાઇટ સર્વે અને ડિજિટલ ક્રોપ સર્વે દ્વારા ખેડૂતોના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે.

આ ચકાસણી દરમિયાન, આશરે 10% ખેડૂતોને તેમના રજિસ્ટ્રેશન રદ થયુ હોવાના મેસેજ મળ્યા છે, કારણ કે સેટેલાઇટ સર્વેમાં તેમના ખેતરમાં મગફળીનું વાવેતર દર્શાવવામાં આવ્યું નથી. આ મેસેજ મળતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે.