રિપોર્ટ@કચ્છ: કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી, જાણો વધુ વિગતે

કચ્છના ભુજ અને નખત્રાણા વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો.
 
રિપોર્ટ@કચ્છ: કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારમાં ઠંડી પડે છે, અને બપોરે ગરમી પડી રહી છે. ત્યારેય વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો છે. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા છે. પશ્ચિમ કચ્છના ભુજ અને નખત્રાણા વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. નખત્રાણાના પાવરપટ્ટી અને ઉલટ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા.

ગઈકાલે બપોર બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ ભુજ શહેરમાં સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય છાંટા પડ્યા હતા.

આ ઉપરાંત તાલુકાના કોડકી-મખણા વચ્ચેના વાડી વિસ્તારમાં પણ વરસાદનું ઝાપટું નોંધાયું હતું. જેથી વરસાદના કારણે માર્ગો ભીંજાઈ ગયા હતા. આ કમોસમી વરસાદના કારણે કેસર કેરીના પાકની સલામતી અંગે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.