રિપોર્ટ@ગાંધીનગર: રાજ્યમાં એક સાથે 153 કોન્સ્ટેબલની બદલી, જાણો વધુ વિગતે

આ બદલી કર્મચારીઓની સ્વ-વિનંતી અને સિનિયોરિટી જતી કરવાની શરતે કરવામાં આવી હોવાનું જણાવાયું છે. 
 
રિપોર્ટ@ગાંધીનગર: રાજ્યમાં એક સાથે 153 કોન્સ્ટેબલની બદલી, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં એક સાથે 153 કોન્સ્ટેબલની બદલી:લાંબા સમયથી રાહ જોતા પોલીસકર્મીઓ માટે મોટા સમાચાર, સિનિયોરિટી જતી કરવાની શરતે બદલી કરાઈ

રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 153 પોલીસ કોન્સ્ટેબલોની એકસાથે બદલીના આદેશ બહાર પાડવામાં આવ્યા છે. આ બદલી લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે રાહતરૂપ બની છે.

આ બદલી કર્મચારીઓની સ્વ-વિનંતી અને સિનિયોરિટી જતી કરવાની શરતે કરવામાં આવી હોવાનું જણાવાયું છે. અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલોને હવે નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવશે.

આ સમગ્ર બદલી પ્રક્રિયાના આદેશ અધિક પોલીસ મહાનિર્દેશક વિભાગના વડા ખુરશીદ અહેમદ દ્વારા આપવામાં આવ્યા છે. પોલીસ તંત્રમાં વહીવટી વ્યવસ્થા સુદૃઢ બને અને કર્મચારીઓની માંગણીઓને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યના પોલીસ બેડામાં થયેલી આ મોટી સામૂહિક બદલીને કારણે આવનારા દિવસોમાં જિલ્લામાં પોલીસ વ્યવસ્થામાં નવી ગોઠવણી જોવા મળશે.