રિપોર્ટ@ગાંધીનગર: 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને યુવક ભગાડી ગયો, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે

 યુવક વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  હાલમાંજ ગાંધીનગરથી એક બનાવ સામે આવ્યો છે. ગાંધીનગરના ચીલોડા પોલીસ મથકની હદમાં રહેતી 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી નાની બહેનની નજર સામેથી કલોલનો યુવક એક્ટિવા ઉપર ભગાડી જતા પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરનાં ચીલોડા પોલીસ મથકની હદમાં રહેતી 17 વર્ષીય સગીરાએ ધોરણ - 11 સુધી અભ્યાસ કરેલો છે. ગત તા. 8 મી માર્ચના રોજ સગીરાનાં પિતા નોકરીએ ગયા હતા. આ દરમિયાન સગીરા ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી. જે વાત જાણીને સગીરાના પિતા ઘરે આવી ગયા હતા અને સગીર દીકરીની પરિવારે શોધખોળ આદરી હતી.

એ વખતે નાની દીકરીએ જણાવ્યું હતું કે, કલોલમાં રહેતો યુવાન એક્ટિવા લઈને આવ્યો હતો. મોટી બહેનને એક્ટિવા ઉપર બેસાડી લઈ ગયો છે. જ્યારે પાડોશીએ પણ સગીરાને લઈ જતા યુવકને જોયો હોવાની વાત કરી હતી. આથી પરિવારજનો સગીરાની શોધમાં કલોલ પહોંચ્યા હતા. જ્યાં યુવાનના પરિવારજનોએ ઝગડો કરી હાથ અધ્ધર કરી લીધા હતા. આખરે સગીરાની ચારે દિશામાં ઘણી શોધખોળ આદરી હતી. પરંતુ સગીરાને ભગાડી જનાર યુવાનનો પણ કોઈ પત્તો લાગ્યો ન હતો. જેનાં પગલે સગીરાના પિતાએ ફરિયાદ આપતા ચીલોડા પોલીસે કલોલના યુવક વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.