રિપોર્ટ@ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને AAPએ 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું

તાલુકાથી મહાનગરપાલિકા સુધી સામાન્ય લોકોને ટિકિટ આપવામાં આવી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને AAPએ આજે 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે તાલુકાથી મહાનગરપાલિકા સુધી સામાન્ય લોકોને ટિકિટ આપવામાં આવી છે.

ગઇકાલે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી હતી. તેમાં રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 11 નગરપાલિકાઓની 13 બેઠક, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદીનો સમાવેશ થાય છે.

આ તમામ બેઠકો પર કુલ 4,18,87,818 મતદારો નોંધાયા છે. જેમાં 2,16,15,633 પુરૂષ મતદારો છે. જ્યારે 2,02,71,220 મહિલા મતદાર નોંધાઈ છે. આ ઉપરાંત 965 અન્ય મતદારો નોંધાયા છે.