રિપોર્ટ@ગાંધીનગર: પ્રેમીએ પ્રેમિકાનું માથું ખોળામાં રાખી ગળું કાપ્યું
એજ છરીથી પ્રેમીનો પોતાનું ગળું કાપી આપઘાતનો પ્રયાસ
Jun 14, 2026, 07:58 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફરી એકવાર મર્ડરની ઘટના સામે આવી છે. મધ્ય પ્રદેશના એક કપલની પ્રેમ કહાનીનો અંત ગાંધીનગરના નેશનલ હાઈવે પર આવેલી હોટલના રૂમમાં આવતા ચકચાર મચી ગઈ છે. મધરાત્રે પોલીસ અને પરિવારના સભ્યોની હાજરીમાં પ્રેમિકાનું છરીથી ગળું કાપીને કરપીણ હત્યા કર્યા બાદ ખુદ પ્રેમીએ એ જ છરીથી પોતાનું ગળું કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે ચિલોડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, વ્યવસાયે બિલ્ડર પ્રેમી સંતોષ તેની પ્રેમિકા રજનીના પિતાના નવા ઘરનું બાંધકામ કરી રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી તેઓ સાથે ઘર વસાવવાના સપનાં જોઈ રહ્યા હતા. જે સપનાનો અંત આખરે હોટલના એક બંધ રૂમમાં લોહિયાળ બન્યો હતો.

