રિપોર્ટ@ગાંધીનગર: જગદીશ પંચાલ બનશે ગુજરાત પ્રદેશ પ્રમુખ, જાણો વધુ વિગતે

બપોરે વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભરશે.
 
રિપોર્ટ@ગાંધીનગર: જગદીશ પંચાલ બનશે ગુજરાત પ્રદેશ પ્રમુખ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા જઇ રહ્યા છે. બપોરે  વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભરશે. સૂત્રો મુજબ અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના તેમજ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરશે.

જગદીશ વિશ્વકર્માની સાથે તેમના 10 ટેકેદારો પણ હાજર રહેશે. એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરશે તેવી માહિતી મળી છે. બપોરેજગદીશ વિશ્વકર્મા ગાંધીનગર કમલમ ખાતે પહોંચશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે. કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે.