રિપોર્ટ@ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં 59 TDOની સામૂહિક બદલી, જાણો વધુ

ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે મોટો વહીવટી નિર્ણય લીધો છે. 
 
રિપોર્ટ@ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં 59 TDOની સામૂહિક બદલી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આવનારા સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. એ પૂર્વે ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે મોટો વહીવટી નિર્ણય લીધો છે. રાજ્યભરમાં કાર્યરત તાલુકા વિકાસ અધિકારીઓ  સહિતના અધિકારીઓની વ્યાપક બદલીના આદેશ બહાર પાડવામાં આવ્યા છે.

તાજેતરમાં જાહેર કરાયેલા આ હુકમ મુજબ 59 TDOની એક તાલુકા અથવા જિલ્લાથી બીજા તાલુકા-જિલ્લામાં બદલી કરવામાં આવી છે. કેટલાક અધિકારીઓને સ્વવિનંતી આધારે, જ્યારે કેટલાકને જાહેરહિત અને વહીવટી સુચારુતા માટે નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. જે 59 ટીડીઓની બદલીના આદેશ કરાયા છે