રિપોર્ટ@ગાંધીનગર: તબીબી શિક્ષકોના પગારમાં વધારો થશે, જાણો વધુ વિગતે

સરકારે રાજ્ય સરકારીની મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં 11 માસના કરાર આધારિત ફરજ બજાવતા તબીબી શિક્ષકોના માસિક વેતનમાં 30થી 55% સુધીનો વધારો કર્યો છે.

 
ડોક્ટર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

તબીબી શિક્ષકોના પગારમાં વધારો થશે. સરકારે રાજ્ય સરકારીની મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં 11 માસના કરાર આધારિત ફરજ બજાવતા તબીબી શિક્ષકોના માસિક વેતનમાં 30થી 55% સુધીનો વધારો કર્યો છે. આ નિર્ણય આજથી લાગુ થશે. ખાનગી પ્રેક્ટિસ સિવાયના વર્ગ-1 અને વર્ગ-2ના તબીબી શિક્ષકોને પગારવધારાનો લાભ મળશે.

આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું‌‌ હતું કે રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવત્તા શિક્ષણ એ જ સરકારની પ્રાથમિકતા છે. રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત 11 માસના કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં 30થી 55% સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુ વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે તબીબી શિક્ષકોના માસિક વેતનમાં થયેલા નોંધપાત્ર વધારાને પરિણામે હોસ્પિટલમાં તબીબો અને શિક્ષકોની ઘટ્ટ નિવારવામાં મદદ મળશે. સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં ખાનગી પ્રેક્ટિસ સિવાય ફરજ બજાવતા તબીબી શિક્ષકોને માસિક વેતનમાં થયેલા નોંધપાત્ર વધારાનો લાભ મળશે.