રિપોર્ટ@ગાંધીનગર: ચેક રિટર્નના ગુનામાં નાસતો ફરતો આરોપીને પોલીસે ઝડપી લીધો

 ફટકારેલી એક વર્ષની સજાથી બચવા 
 
રિપોર્ટ@ગાંધીનગર: ચેક રિટર્નના ગુનામાં નાસતો  ફરતો આરોપીને પોલીસે ઝડપી લીધો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અવનવાં ગુનાના બનાવો સામે આવતા હોય છે.  નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કોર્ટે ફટકારેલી એક વર્ષની સજાથી બચવા છેલ્લા ઘણા વખતથી નાસતા ફરતા આરોપીને ચીલોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ ચોરી તેમજ ટ્રાફીક નિયમોના ભંગ સબબ પણ ગુના દાખલ થયેલા હતા.

ગાંધીનગર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી ટી ગોહિલે ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરવાની તાબાનાં પોલીસ અધિકારીઓને સુચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે ચીલોડા પોલીસ મથકના પીઆઈ એન્ડરસન અસારીએ પોતાની હદ વિસ્તારમાં પકડ વોરંટ, કોર્ટથી સજા પામેલા અને સજાથી બચવા નાસતા ફરતા આરોપીઓ ધ્યાન કેંદ્રિત કરી સ્ટાફનાં માણસોની એક્ટિવ કરવામાં આવ્યાં હતાં.

આ દરમિયાન બાતમી મળી હતી કે, મૂળ છાલા ગામનો વતની હાલ કુડાસણ અક્ષર બંગ્લોઝમાં ભાડેથી રહેતા 26 વર્ષીય શૈલેષ કેશાભાઇ ચૌધરી વિરુદ્ધ વર્ષ - 2022 માં ચેક રીટર્નનો કેસ દાખલ થયો હતો. જે ગુનામાં કોર્ટે આરોપીને ઓગસ્ટ 2023 માં તકસીરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. જો કે સજાથી બચવા માટે આરોપી છેલ્લા ઘણા વખતથી નાસતો ફરી રહ્યો છે.

જે હાલમાં કુડાસણ રિલાયંસ સર્કલ નજીક હાજર છે. જે હકીકતના આધારે ચીલોડા પોલીસની ટીમ તાબડતોબ બાતમી વાળી જગ્યાએ પહોંચી ગઈ હતી. અને આરોપી શૈલેષને ઝડપી પાડયો હતો. જેનો ગુનાહિત ઈતિહાસ જોતા તેના વિરુદ્ધ ચોરી અને ટ્રાફિક નિયમ ભંગનાં પણ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. જેનાં પગલે પોલીસે શૈલેષની અટકાયત કરી કોર્ટમાં રજુ કરી જેલમાં ધકેલી દેવાયો છે.