રીપોર્ટ@ગાંધીનગર: આવક આપતો વિભાગ ચાર્જમાં, મંત્રી, સચિવ, કમિશ્નરને સમયની કટોકટી, હાલત જાણો

જાણીએ સમગ્ર અહેવાલ.
 
રીપોર્ટ@ગાંધીનગર: આવક આપતો વિભાગ ચાર્જમાં, મંત્રી, સચિવ, કમિશ્નરને સમયની કટોકટી, હાલત જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ગાંધીનગર

ગુજરાતમાં અનેક વિભાગો છે પરંતુ અહીં આપણે આવક આપતાં વિભાગની હાલત વિશે અને તેમાં સર્જાયેલી પરિસ્થિતિ જાણતાં તો ચોંકી જશો. વાહનવ્યવહાર વિભાગ સરકારને આવક આપે છે અને વાહનચાલકોને સુરક્ષિત કરે છે પરંતુ વિભાગની અંદરની હાલત મંથન માંગી લે તેવી છે. હર્ષભાઇને ગૃહ સિવાય રમતગમત અને વાહનવ્યવહારની પણ જવાબદારી છે, અધિક સચિવ પણ ચાર્જમાં છે, કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટ પણ ચાર્જમાં છે ત્યારે વાહનવ્યવહાર વિભાગને જ જાણે સરકારની મદદ લેવી પડે તેવી સ્થિતિ છે. ખૂબ ટોપ ગણાતી જવાબદારીઓ ચાર્જમાં હોવાથી કર્મચારીઓના હિતવાળી, વિભાગને વધુ આવક થાય તેવી, વાહનચાલકો માટે સરળ બનતી તેમજ વિભાગને ફુલ ટાઇમ આપતી કામગીરી કાચબા ગતિએ છે. આવા નાજુક મોડમાં પણ વિભાગ આવક તો ખૂબ કરે પરંતુ ચાર્જવાળી હાલતમાં ભારણ વધતાં મુખ્યમંત્રી કંઇક રાહત આપે તો સારું તેવી દયનીય સ્થિતિ છે. જાણીએ સમગ્ર અહેવાલ.

વાહનવ્યવહાર વિભાગ અને ટ્રાન્સપોર્ટ કમિશ્નર કચેરી પાસે કામગીરી તમો તેનાથી ખૂબ વધારે છે. એક ઉદાહરણથી સમજો કે, રોજેરોજ લાખો કરોડો સવારે વાહનો લઇને રોજગારી, ધંધા, અભ્યાસ અર્થે નિકળતાં હોય ત્યારે આ લાખો કરોડો વાહનચાલકો સામે વિભાગ સંપૂર્ણ આપી શકે? વાહનવ્યવહાર માત્ર લાયસન્સ આપવા નહિ પરંતુ માર્ગ સલામતીથી માંડીને થોકબંધ જવાબદારી સંભાળે છે. આવક આપતાં આ વિભાગને હવે ફુલ ટાઇમ આપતાં મંત્રી, અધિક સચિવ અને કમિશ્નરની તાત્કાલિક જરૂર હોવાની પરિસ્થિતિ બની છે. છેલ્લા કેટલાય સમયથી અતિ મહત્વની જવાબદારી ધરાવતી ત્રણેય કામગીરી ઉપર ફુલ ટાઇમ નહિ મળવાથી થોકબંધ કામો મંથર ગતિએ છે. ભલે વાહનચાલકોને પૂરપાટ દોડવા સુવિધા આપતો આ વિભાગ ખુદ પૂરપાટ ના દોડી શકે તેવી હાલતમાં છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટ અને વિભાગ પાસે તપાસ થયેલી એક અતિ મહત્વની અને અગાઉ ક્યારેય ના સાંભળેલી ફાઇલ તૈયાર છે. આ તપાસ વાળી ફાઇલ ઉપર દીલ્હી સ્થિત મંત્રાલયની સુચના વગર નિર્ણય નહિ લેવાનો હઠાગ્રહ ચાલી રહ્યો છે. જો ફુલ ટાઇમ આપતાં મંત્રી, અધિક સચિવ અને કમિશ્નર હોય તો એક જ નિર્ણયમાં સરકારને કરોડોની આવક સર્જાય તેમ છે અને સાથે બાળકોના ભવિષ્યને જોખમમાં મૂકનાર ઉત્પાદકો વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી થઈ શકે તેવી તપાસ છે. આ તપાસમાં તમામ વિગતો, પુરાવાઓ, રેકર્ડ સહિતનું જરૂરી તમામ ઉપલબ્ધ છતાં છેલ્લા એક વર્ષથી નિર્ણય લેવાતો નથી. હવે જ્યારે આવી અતિ મહત્વની તપાસ બાદ નિર્ણય લેવાનો સમય નથી પરંતુ કર્મચારીઓને જો નોટીસ ફટકારવાની હોય તો તાત્કાલિક સમય મળી જાય તેવી સ્થિતિ આ વિભાગની છે. આથી આગામી ન્યૂઝ રિપોર્ટમાં આ ટોપ મોસ્ટ ગણાતી તપાસ ફાઇલનો ઘટસ્ફોટ કરીશું.