રિપોર્ટ@ગાંધીનગર: એસિડ એટેકના ગુનામાં 15 વર્ષની સખત કેદની સજા ફટકારી અને 1 લાખનો દંડ ફટકાર્યો
પીડિતાને 2 લાખનું વળતર આપવા પણ હુકમ કર્યો છે.
Apr 8, 2026, 19:10 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કલોલના છત્રાલ બ્રિજ નીચે ટ્રાફિક નિયમન કરતી મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કરનાર આરોપી અશોક રમેશભાઈ રાવતને કલોલની સેશન્સ કોર્ટે 15 વર્ષની સખત કેદની સજા ફટકારી અને 1 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે પીડિતાને 2 લાખનું વળતર આપવા પણ હુકમ કર્યો છે.
ગાંધીનગર જિલ્લામાં એસિડ એટેકના કેસમાં આ પ્રકારની સજાનો આ પ્રથમ ઐતિહાસિક ચુકાદો છે. કલોલના ચોથા એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપુતે ચુકાદાની શરૂઆત એક સંસ્કૃત શ્લોકથી કરીને સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું મહત્વ સમજાવ્યું હતું.

