રિપોર્ટ@ગાંધીનગર: RTOમાં AI-વીડિયો એનાલિસિસથી ડ્રાઇવિંગ ટેસ્ટ થશે
ટ્રેક પર 18 કેમેરા હશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ડ્રાઈવિંગ લાઈસન્સ ખુબજ જરૂરી છે. ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડતું હોય છે. યશ પટવર્ધન રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેવાના કિસ્સાઓ અવારનવાર સાંભળવા મળે છે. આરટીઓમાં વાહન ટેસ્ટ આપવા આવતાં લોકોને સર્વરમાં ખામીને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ‘ગ્રાઉન્ડ સેન્સર્સ બેઝ્ડ ટેકનોલોજી’ ઉપયોગમાં લેવાય છે. પરંતુ હવે ‘વીડિયો એનાલિટિક ટેકનોલોજી’ ઉપયોગમાં લેવાશે. હાલમાં લોકોને ટેકનોલોજીમાં ખામીને કારણે નપાસ કરાય છે, ગ્રાઉન્ડ સેન્સર્સ બગડી જાય તો પણ ટ્રેકની કામગીરી બંધ રહેતી હોય છે, ટેસ્ટમાં એન્ટ્રી બાદ અધવચ્ચેથી જ સર્વર બંધ થઈ જતાં નાપાસ ગણી ફરી ટેસ્ટ આપવા બોલાવાય છે. હાલમાં જે ટેકનોલોજી છે, તેમાં ફોરવર્ડ ડાયરેક્શનમાં જ જોઈ શકાય છે. રિવર્સ ડાયરેક્શન ડિટેક્ટ થતું નથી, પરંતુ નવી ટેકનોલોજીમાં વ્હિકલની દરેક મૂવમેન્ટ્સ ડિટેક્ટ થશે. હાલમાં દિલ્હી, પૂણે, ચંદીગઢ વગેરે જેવા શહેરોમાં આ ટેકનોલોજી કાર્યરત છે. આના માટે ટેન્ડર બહાર પડાયું હતું, પરંતુ આચારસંહિતાના કારણે વર્ક ઓર્ડર ઈશ્યુ કરાયો નથી. ચૂંટણી બાદ કામગીરી શરૂ કરાશે.
આ ટેકનોલોજીમાં કેમેરા આધારિત ડ્રાઇવિંગ સ્કિલ એસેસમેન્ટ સિસ્ટમ છે. આનો ઉદ્દેશ ઓછામાં ઓછા માનવ હસ્તક્ષેપ વગર ડ્રાઇવિંગ કુશળતાને ચકાસવા માટે સક્ષમ બનાવે છે. આ સમગ્ર ટેકનોલોજી આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને વીડિયો એનાલિટિક ટેકનોલોજીથી સજ્જ છે. વ્હિકલ સમગ્ર પાથ ફોલો કરે છે કે નહીં. તે આ ટેકનોલોજીથી ડિટેક્ટ થશે. એક ટ્રેક પર 17થી 18 કેમેરા લગાડવામાં આવશે. આ ટેકનોલોજી રાજ્યના દરેક આરટીઓમાં ઓપરેટ થશે અને એના માટે ઓપરેટરોને યોગ્ય ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
નવી ટેકનોલોજીમાં આ બાબતોનું ધ્યાન રખાશે > એવરેજ સ્પીડ > સ્ટાન્ડર્ડ ડાયરેક્શન ફોલો થાય છે કે નહીં > ફોરવર્ડ અને રિવર્સ મૂવમેન્ટ્સની સંખ્યા > ટેસ્ટ દરમિયાન સ્ટોપેજની સંખ્યા > ટેસ્ટ સમયસર પૂર્ણ થાય છે કે નહીં > કર્બ હિટ્સની સંખ્યા
વીડિયો એનાલિટિક આ રીતે કામ કરશે કેમેરા દ્વારા રિયલ ટાઈમમાં પાથની માહિતી એકત્રિત કરે છે, જેનો ઉપયોગ અરજદારની ડ્રાઇવિંગ કુશળતાના મૂલ્યાંકન માટે થાય છે. જેમ વાહન ટેસ્ટિંગ ટ્રેક પર આગળ વધે છે, તે કોમ્પ્યુટર કન્સોલ પર દ્વિ-પરિમાણીય ઇમેજ ડિસ્પ્લે પર રિયલ ટાઈમમાં ટેસ્ટ ટ્રેક પર વાહન દ્વારા લેવાયેલા પાથને પ્લોટ અને ટ્રેસ કરે છે. સિસ્ટમ અન્ય પેરામેટ્રિક ડેટા સાથે ટ્રેસ કરેલા પાથના કોઓર્ડિનેટ્સને રેકોર્ડ કરવા અને સાચવવાની અને એનાલિસિસ કરે છે. વાહન દ્વારા ટ્રેસ કરાયેલા પાથ માટે અલ્ગોરિધમ્સ વિકસાવવામાં આવ્યા છે. સિસ્ટમમાં આંકડાકીય મોડ્યુલ છે, જે પ્રમાણભૂત પાથને ઓળખશે.