રિપોર્ટ@ગાંધીનગર: બર્થ-ડે સેલિબ્રેટ કરતા કપલ પર અચાનક હુમલો,1નું મોત
યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.
Sep 20, 2025, 17:43 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરના અડાલજ પાસે અંબાપુર નર્મદા કેનાલ પાસે એક ચકચાર મચાવતી લૂંટની ઘટના બની છે. એક યુવક-યુવતી મોડીરાત્રે નર્મદા કેનાલ પાસે પોતાના બર્થ ડે સેલિબ્રેશનમાં મસ્ત હતા. એક અજાણ્યો શખસ લૂંટના ઇરાદે પહોંચ્યો હતો.
તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં તે શખસે છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું.
યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. હાલમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની 15 ટીમોને એક્ટિવ કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ ATS પણ તપાસમાં જોડાઈ છે.