રિપોર્ટ@સુરત: હોસ્પિટલમાં દર્દીના ગળામાંથી 1.12 લાખના સોનાની ચેઈનની ચોરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અડાજણ વિસ્તારમાં આવેલી યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા એક દર્દીના ગળામાંથી સોનાની ચેઈનની ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના અંગે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઈ છે.
જહાંગીરપુરા, સાંઈ પૂજન રેસિડેન્સીમાં રહેતા હિરલ નિલેશભાઈ પાઠલના ફુવા કૌશિકભાઈને સારવાર અર્થે અડાજણની યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, કોઈ અજાણ્યા ઈસમે તકનો લાભ લઈને તેમના ગળામાંથી રૂપિયા 1,12,000ની કિંમતની સોનાની ચેઈન ચોરી કરી લીધી હતી.ચોરીની જાણ થતાં જ હોબાળો મચી ગયો હતો. હિરલ પાઠલે તાત્કાલિક આ બનાવ અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે હિરલ પાઠકની ફરિયાદના આધારે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેમાં હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.પોલીસે હિરલ પાઠકની ફરિયાદના આધારે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેમાં હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.

