રિપોર્ટ@ગુજરાત: ૧૦ મે ૨૦૨૩ બુધવારનું રાશિફળ જાણો કેવો રહેશે તમારો દિવસ

આજનું નક્ષત્રઃ- પૂર્વાષાઢા
(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ)
 
22મી ડીસેમ્બરના જ્યોતિષવિદ્યાનો શુભ સમય જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મેષ રાશિઃ અનેક માર્ગ દ્વારા આવકના સ્રોતમાં વધારો થશે. કોઈને ઉછીના નાણાં આપવા કે બાકીમાં વ્યાપાર કરવાથી સાવધાન રહેવું. તમે આયુર્વેદિક દવાના જાણકાર હોવ તો દવા બનાવવા માટે ઉત્તમ દિવસ છે. સરકાર સાથે જોડાઈને કાર્ય કરતા લોકોને કાર્યમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થશે.

વૃષભ રાશિઃ પારિવારિક સંબંધો સાચવવા. કોલસાના વ્યાપારીને આવકમાં વૃદ્ધિ થશે. જાવકનું પ્રમાણ ખૂબ વધી શકે છે ધ્યાનપૂર્વક નાણાંનો ખર્ચ કરવો. વૈવાહિક જીવનમાં તમારા નકારાત્મક વિચારને લીધે હતાશાની લાગણીનો અનુભવ થશે.

મિથુન રાશિઃતમારા કાર્યનું પરિણામ આવતા વિલંબ થશે. જીવનસાથીને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો. વ્યાપાર માટે મુસાફરી કરશો. વિદ્યાર્થીને એકાગ્રતા સાથે અભ્યાસ કરવામાં મુશ્કેલી થશે.

કર્ક રાશિઃ કાર્ય સ્થળ પર તમને વિશેષ માન-સન્માન પ્રાપ્ત થશે. જીવનસાથીના સ્વાસ્થ્ય માટે તમને માનસિક ચિંતા રહી શકે છે. આદિત્યનારાયણ સ્તોત્રમના પાઠ કરવાથી પારિવારિક સમસ્યાનો ઉકેલ આવશે. વાહન ચલાવતા સાચવવું.

સિંહ રાશિઃ સામાજિક કાર્ય માટે મુસાફરી પર જવાનું થશે. આપેલા નાણાં પરત મળશે. મિત્રો સાથે સમય વીતી શકે છે. વિદેશથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.

કન્યા રાશિઃ મહેનત યોગ્ય સલાહ સૂચન મેળવીને કરવાથી લાભ થશે. જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. આવક સામે જાવકનું પ્રમાણ વધતું જણાય. ઘર કે જમીનની ખરીદી માટે વિચારણા થશે.

તુલા રાશિઃ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા પ્રયત્નશીલ હોવ તો સફળતા મળશે. જીવનસાથીના વિચારો સમજવા જેથી વૈવાહિક જીવન મધુર બની રહે. ધાર્મિક પુસ્તકના વાંચનમાં રુચિ આવશે. કંઇક નવું શીખવા માટે તમારું મન ઉત્સાહિત રહેશે.

વૃશ્ચિક રાશિઃ કાર્યસ્થળ પર નાની-મોટી ઇજાના થાય માટે સાચવવું. મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા હોવ તો આર્થિક આવક વધશે. માનસિક વિચારોને લીધે તમારી ઊંઘ પર અસર પડશે. લાંબા અંતરની મુસાફરી પર જવાનું થઇ શકે છે.

ધન રાશિઃ જ્યોતિષ વસ્તુ જેવું રહસ્ય વિષયમાં રુચિ આવી શકે છે. તમારા સંતાનને લીધે તમારી યશ-કીર્તિ વધશે. તમારી મધુર વાણીથી તમે લોકો મન જીતશો. ગર્ભવતી મહિલા સારા સસ્થ્ય માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે.

મકર રાશિઃ તમારું આરોગ્ય સારું રહે માટે કોઈ પણ કાર્ય માટે અતિપ્રયાસ ન કરશો. આકસ્મિક ધન લાભ થઇ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. શત્રુ પર વિજય પ્રાપ્ત કરશો.

કુંભ રાશિઃ કોસ્મેટિક્સ વસ્તુના વ્યાપારીને આર્થિક આવક વધશે. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. અનૈતિક કાર્ય કરવાથી બચવું. વાહન ચાલવતા સાચવવું.મીન રાશિઃ પરિવાર સાથે યાત્રા પર જવાનું થઇ શકે છે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે વિઘ્નનો હિંમતપૂર્વક સામનો કરવો. સંચિત ધન નો ખર્ચ થશે.