રિપોર્ટ@ગુજરાત: નાની બાળાઓથી વયોવૃદ્ધ સુધી 100 આહીરરાણીનો મહારાસ, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી 11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેમના સ્વાગત માટે તાડ માર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'માં આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી થવાના છે.
ત્યારે તેમના ભવ્ય સ્વાગત માટે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક 'મહારાસ'ની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે. ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષના ઐતિહાસિક સંગમ ટાણે આયોજિત આ ઉત્સવમાં નાની બાળાઓથી લઈને વયોવૃદ્ધ બહેનો સુધીની 100 આહીરરાણી પરંપરાગત વેશભૂષા અને લોકસંગીતના તાલે સંસ્કૃતિનું ગૌરવ રજૂ કરશે. સોમનાથ મંદિર પરિસરમાં અત્યારે મહારાસના આખરી ઓપના રિહર્સલ સાથે ભક્તિ અને શક્તિનો અનોખો માહોલ સર્જાયો છે.
PM મોદીએ સોમનાથ મુલાકાત પહેલા મંદિરનો એક વીડિયો શેર કર્યો, જે તેના ભવ્ય અને ઐતિહાસિક સ્વરૂપને દર્શાવે છે. આ વીડિયોમાં પ્રખ્યાત ગાયક હંસરાજ રઘુવંશીના અવાજમાં દિલને સ્પર્શી જતું ગીત પણ છે.

