રીપોર્ટ@ગુજરાત: વ્યાસબેટ ખાતે 24 કલાકથી પણ વધુ સમયથી ફસાયેલા ફસાયેલાં 12 લોકોનું આર્મીના જવાનોની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી વરસાદનું આગમન થયું છે.અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે.સરદાર સરોવર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં નર્મદા નદી ઉફાન પર છે. નર્મદા કાંઠા વિસ્તારોમાં આવેલા ગામો પાણીમાં ગરકાવ થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે વ્યાસબેટ ખાતે 24 કલાકથી પણ વધુ સમયથી ફસાયેલા ફસાયેલાં 12 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. આર્મીના જવાનોની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરાયું છે. આર્મીની મેડિકલની ટીમ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહી હતી.
ગઈકાલે કોસગાર્ડના હેલિકોપ્ટર મારફતે પણ બચાવ કામગીરી માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ આજે આર્મી દ્વારા મહામુસિબતે બોટ દ્વારા દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તમામનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.નદી ધસમસતા પ્રવાહને લીધે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવું મુશ્કેલ બન્યું હતું. જેથી આર્મીની મદદ લેવામાં આવી હતી. સ્થાનિકો લોકોએ આર્મીની કામગીરીને બિરદાવી છે. ફસાયેલા લોકોને બહાર કાઢયા બાદ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા છે. આબાદ રીતે બચાવ થયા બાદ ફસાયેલા લોકોએ પણ આર્મીની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
વ્યાસબેટમાં ફસાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, અમે લોકો 12 લોકો ફસાયા હતા. જેમાં બે બાળકો, 4 મહિલા અને બાકીના પુરુષો હતા. અમે કાલે ત્યાં ગયા હતા અને ફસાઇ ગયા હતા. ખાવા-પીવાનું ખૂટી ગયું હતું. અમે મંદિરના ધાબા પર આશ્રય લીધો હતો.ફસાયેલા 12 લોકોમાં મંદિરના મહંત પણ હતા. આર્મીની ટીમ દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા બાદ તેમણે જણાવ્યું કે, અમે લોકો ધાબા પર ફસાયા હતા. અચાનક જ પ્રવાહ આવ્યો હતો અને ફસાઇ ગયા હતા. જ્યારે ફસાયેલા અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, અમે લોકો મંદિરના ધાબા પર હતા. ત્યાં જ સૂઇ ગયા હતા. ખાવા-પીવાની કોઇ વસ્તુ હતી નહીં, ભૂખ્યા-તરસ્યા હતા.
નોંધનીય છે કે, વ્યાસબેટમાં 24 કલાકથી કેટલાક લોકો ફસાયેલા હતા. નર્મદા નદીની વચ્ચે વ્યાસબેટ આવેલું છે, જ્યાં ગઇકાલથી 12 જેટલા લોકો ફસાયા હતા. જેમને બચાવવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાઇ હતી, પરંતુ ટેક્નિકલ કારણોસર હેલિકોપ્ટર પહોંચી ન શકતાં આર્મીની મદદ લેવાઇ હતી.
મંદિરની છત પર ફસાયેલા હતા 12 લોકો, જેમને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.નદી ધસમસતા પ્રવાહને લીધે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવું મુશ્કેલ બન્યું હતું. જેથી આર્મીની મદદ લેવામાં આવી હતી.ફસાયેલા લોકોને બહાર કાઢયા બાદ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા છે.