રિપોર્ટ@ગુજરાત: 2 યુવાનોને સિંહની આગળ ઊભા રહીને રિલ્સ બનાવવી મોંઘી પડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. છેલ્લા ઘણાં જ સમયથી લોકોને સોશીયલ મીડિયામાં રીલ્સ બનાવવાની ઘેલછા ઉપડી છે ત્યારે કાયદાનું ભાન ભૂલી અને જીવના જોખમે પણ રિલ્સ બનાવવા લાગે છે ત્યારે કેટલાંક લોકો રિલ્સ બનાવવામાંને બનાવવામાં પોતાનો જીવ ખોઇ બેસે છે અથવા તો જેલના સળિયા ગણવાનો વખત આવે છે ત્યારે થોડા દિવસ પહેલાં અમદાવાદના નરોડાના બે શખસોને જંગલ વિસ્તારમાં જઈ અને ડાલામથ્થા સિંહની આગળ ઊભા રહીને રિલ્સ બનાવવી મોંઘી પડી હતી.
આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ અમદાવાદના નરોડાના ગામે રહેતા રોહીત હીરાલાલ રાજપૂત અને તેજસ રાજેન્દ્ર પરમાર નામનાં બે શખસોએ અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જઈ અને ડાલામથ્થા સિંહની કુદરતી પ્રક્રિયામાં ખલેલ પંહોચાડી અને ડાલામથ્થા સિંહની આગળ ઊભા રહીને રિલ્સ બનાવવી હતી. અને આ રિલ્સને સોશીયલ મીડિયામાં વાયરલ કરી હતી. અને આ અંગે મીડિયામાં આવેલા અહેવાલ બાદ ધારી DCF દ્વારા રિલ્સ અંગે સોશીયલ મીડિયા મારફતે જાણકારી મેળવી અને તપાસ હાથ ધરી હતી.
વનવિભાગ દ્વારા હાથ ધરાયેલ તપાસમાં અમદાવાદના નરોડાના ગામે રહેતા રોહીત હીરાલાલ રાજપૂત અને તેજસ રાજેન્દ્ર પરમાર નામનાં બે શખસોએ અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જઈ અને ડાલામથ્થા સિંહની કુદરતી પ્રક્રિયામાં ખલેલ પંહોચાડી અને ડાલામથ્થા સિંહની આગળ ઊભા રહીને રિલ્સ બનાવવી હતી તેમ જાણતા ડાલામથ્થા સિંહ સાથે વાયરલ થયેલ રીલ્સ મામલે વનતંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી અને વનવિભાગ દ્વારા નરોડાથી બન્ને સિંહ પજવણી ખોરોને ઝડપી પાડયા હતા.જેને લઈ સિંહ પજવણીખોરો સામે ધારી વનતંત્રની કડક કાર્યવાહીથી સિંહપ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી છે.