રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં ધૂળેટીની ખુશી માતમમાં ફેરવાઈ, ડૂબવાથી 27લોકોના મોત, જાણો વધુ વિગતે

અમદાવાદની સાબરમતી નદીમાં કુબેરનગરના 4 યુવકોનું ડુબી જવાથી મોત નીપજ્યું છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સમગ્ર દેશ અને રાજ્ય જ્યારે હોળી-ધૂળેટીના રંગોમાં તરબોળ હતું, ત્યારે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં માતમના દૃશ્યો સર્જાયા છે. મહીસાગરમાં 2 સગા ભાઈ સહિત 5, સુરતના બારડોલીમાં 4, સુરતના માંગરોળ અને અમદાવાદના માંડલમાં 3-3, અરવલ્લીના માલપુર અને ધનસુરામાં તથા મહેસાણાના મોટીદઉમાં 2-2. કડી અને અમરેલીમાં એક-એક એમ ધૂળેટી રમીને નહાવા પડેલા કુલ 23 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે.

આ ઘટનાઓને પગલે જે પરિવારોમાં સવારે ગુલાલ ઉડતો હતો, ત્યાં સાંજે આક્રંદ જોવા મળ્યો હતો. અમદાવાદની સાબરમતી નદીમાં કુબેરનગરના ચાર યુવકોનું ડુબી જવાથી મોત નીપજ્યું છે.