રિપોર્ટ@ગુજરાત: ખુલ્લી કાંસમાં 3 બાળકો તણાયા, 1 કિશોરીનું મોત, જાણો સમગ્ર ઘટના વિશે

સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આગામી 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે 31 જુલાઈએ 14 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે, જ્યારે 6 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ અને 15 જિલ્લામાં ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. 1 ઓગસ્ટએ ભારે વરસાદની આગાહીને પગલે સુરત જિલ્લાની તમામ સ્કૂલ-કોલેજ અને આંગણવાડીમાં રજા જાહેર કરાઈ છે.

આણંદ શહેરમાં બોરસદ ચોકડી નજીક એસ.પી કચેરી પાસે આજે બપોરનાં સુમારે ભારે વરસાદનાં કારણે છલોછલ વહી રહેલી કાંસમાં ત્રણ બાળકો તણાઈ જતા બુમાબુમ થતા સ્થાનિકોએ બે બાળકોને બચાવી લેવામાં સફળતા મેળવી હતી, જ્યારે 11 વર્ષની એક બાળકી કાંસનાં પાણીમાં ડુબી જતા મોતને ભેટી હતી જેને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.