રિપોર્ટ@ગુજરાત: 3 પશુપાલકોએ ઢોર ડબ્બા પાર્ટીના કર્મચારીઓ પર લાકડી અને પથ્થરોથી હુમલો કર્યો
લાકડી અને પથ્થરોથી હુમલો કર્યો
Jul 11, 2024, 10:49 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મારા-મારીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મારા-મરીના બનાવો સામે આવતા હોય છે. શહેરમાં આજે ઢોર ડબ્બા પાર્ટી હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે રખડતા ઢોર પકડવા માટે ગઇ હતી.
ત્યારે 3 પશુપાલકોએ ઢોર ડબ્બા પાર્ટીની કર્મચારીઓ સાથે ઝપાઝપી કર્યા બાદ તેમના પર લાકડી અને પથ્થરોથી હુમલો કર્યો હતો. એક કર્મચારીને તો છુટ્ટો પથ્થર મારીને માથું ફોડી નાખ્યું હતું, જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
જ્યારે અન્ય એક કર્મચારીને હાથમાં લાકડી મારતા તેને ફ્રેક્ચર થયું છે. કર્મચારીઓને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. હાલ હરણી પોલીસે પશુપાલક સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.