રિપોર્ટ@ગુજરાત: ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી રાજ્યના 41 રસ્તાઓ બંધ કર્યા
રાજ્યના 41 રસ્તાઓ બંધ
Jul 20, 2024, 08:13 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલ રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ ઉભી થઇ છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી રાજ્યના 41 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. સૌથી વધુ પોરબંદરના 17 રસ્તા બંધ કરવા પડ્યા છે.. તો જૂનાગઢના 12 રસ્તા બંધ કરવા પડ્યા છે.
6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તક રસ્તા અને અન્ય 10 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. ભારે વરસાદથી એસટી બસ સેવા પણ પ્રભાવિત થઇ છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે અનેક રૂટ પર એસટી બસ સેવા બંધ કરવાની ફરજ પડી છે.
જેમાં સૌથી વધુ જૂનાગઢ ડિવિઝનના 26 રૂટ પર એસટી બસો બંધ કરાઇ છે. પોરબંદર ડિવિઝનના 9 રૂટ પર બસો બંધ કરાઇ છે તો ગીર સોમનાથના 4 રૂટ પર બસ સેવા બંધ કરાઇ છે.