રિપોર્ટ@ગુજરાત: HMPV વાઈસના રાજ્યમાં અત્યાર સુધીમાં 5 કેસ નોંધાયા
80 વર્ષના વૃદ્ધ અને 8 વર્ષનું બાળક જ્યારે છઠ્ઠી જાન્યુઆરીએ 2 મહિનાનું બાળક HMPVથી સંક્રિમિત થયું હતું.
Jan 12, 2025, 09:58 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોના જેવા વાઇરસ રાજ્યમાં ઝડપીથી ફેલાઈ રહ્યો છે. આ વાઈસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. HMPVના ગુજરાતમાં અત્યાર સુધીમાં 5 કેસ નોંધાયા છે. 11મી જાન્યુઆરીએ મૂળ કચ્છના રહેવાસી 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જે બાદ તેમને સારવાર માટે અમદાવાદના થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દર્દીની કોઇપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા નથી મળી. આ પહેલાં 10મી જાન્યુઆરીએ અમદાવાદમાં 9 માસનું બાળક HMPVથી સંક્રમિત થતાં હાલ સારવાર હેઠળ છે.
9મી જાન્યુઆરીએ 80 વર્ષના વૃદ્ધ અને 8 વર્ષનું બાળક જ્યારે છઠ્ઠી જાન્યુઆરીએ 2 મહિનાનું બાળક HMPVથી સંક્રિમિત થયું હતું.