રિપોર્ટ@ગુજરાત: 6 મંત્રીઓના વિભાગોનું કુલ બજેટ 8.10 લાખ કરોડ, જાણો વધુ

કુલ બજેટ 8.10 લાખ કરોડ

 
રિપોર્ટ@ગુજરાત: 6 મંત્રીઓના વિભાગોનું કુલ બજેટ 8.10 લાખ કરોડ, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું . મોદી 3 વાર વડાપ્રધાન બની ગયા છે. મોદી 3.0ના 72 મંત્રીઓના શપથગ્રહણ બાદ સોમવારે વિભાગોની ફાળવણી કરવામાં આવી છે જેમાં ગુજરાતના સાંસદો પૈકી અમિત શાહને ફરીથી ગૃહ અને સહકારિતા વિભાગ ફાળવવામાં આવ્યા છે. એસ. જયશંકરને પણ વિદેશ મંત્રાલય ફરીથી મળ્યું છે. અગાઉની સરકારમાં મનસુખ માંડવિયા પાસે આરોગ્ય-પરિવાર કલ્યાણ અને કેમિકલ-ફર્ટિલાઇઝર હતા જે આ વખતે જે.પી. નડ્ડાના ફાળે ગયા છે. માંડવિયાને આ વખતે શ્રમ-રોજગાર અને યુવા-ખેલ મંત્રી બનાવવામાં આવ્યા છે.

સી.આર. પાટીલને જળશક્તિ મંત્રાલય મળ્યું છે. નિમુબેન બાંભણિયાને અન્ન વિતરણ-ગ્રાહક બાબતોના રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાતના 6 મંત્રીઓના વિભાગનું કુલ બજેટ રૂ. 8.10 લાખ કરોડ રૂપિયા છે.

જે દેશના 2024-25ના કુલ બજેટ રૂ. 47.65 લાખ કરોડના 17% થાય છે. 2019માં મોદી 2.0ના શપથગ્રહણ વખતે ગુજરાતના ત્રણ સાંસદોને મંત્રીપદ મળ્યું હતું. 2020-21ના બજેટ મુજબ તેમના વિભાગોનું કુલ બજેટ રૂ. 3.84 લાખ કરોડ હતું જે કુલ બજેટ રૂ. 30.42 લાખ કરોડના 12% જેટલું થાય છે.