રિપોર્ટ@ગુજરાત: ગુજરાત પોલીસમાં વર્ગ-3ની 950 જગ્યા પર ભરતી, કયા કયા વિભાગમાં જાહેરાત પડી ? ક્યારથી અરજી કરી શકાશે?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં ગુજરાત પોલીસના અલગ અલગ વિભાગમાં ભરતીની જાહેરાત પડી છે.ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેકનિકલ સેવાઓ હેઠળના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગમાં વર્ગ-૩ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 950 જેટલી ટેકનિકલ જગ્યાઓ ભરવામાં આવશે, જેના માટે લાયક ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
આ જગ્યાઓ માટે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના વિવિધ પ્રવાહો જેવા કે ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન, આઈટી, કોમ્પ્યુટર સાયન્સ, ઓટોમોબાઈલ અને મિકેનિકલની પદવી કે ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. જે માટે ઓનલાઈન અરજીઓ તા. 9 જાન્યુઆરી બપોરે 14 કલાક થી તા. 29 જાન્યુઆરી/રાત્રિના 23.59કલાક સુધી સ્વીકારવામાં આવશે.

