રિપોર્ટ@ગુજરાત: ગેસ સિલિન્ડ ભરેલી ટ્રક અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો

ડમ્પરચાલકે ટ્રકના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી
 
રિપોર્ટ@ગુજરાત: ગેસ સિલિન્ડ ભરેલી ટ્રક અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. વહેલી સવારે જસદણ-અમદાવાદ વાઈવે પર ગેસ સિલિન્ડ ભરેલી ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પરની કેબિનનો બુકડો બોલી ગયો હતો.

જેમાં ફસાયેલા ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં ટ્રકમાંથી નીચે ઊતરેલા પેસેન્જર અને ડમ્પરચાલકને ગંભીર ઈજા થતાં બન્નેને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે ભાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગેની મળતી માહિતી મુજબ, આજ રોજ વહેલી સવારે જસદણ-અમદાવાદ હાઈવે પર ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં બેસેલા પેસેન્જરને ઉતારવા માટે ટ્રકચાલકે ભાયલા મોગલધામના ગેટની સામે ટ્રકને રોડની સાઈડમાં રોકી હતી.

આ સમયે જ પાછળથી આવતા ડમ્પરચાલકે ટ્રકના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં ડમ્પરની કેબિનનો બુકડો બોલી ગયો હતો. ડમ્પરના આગળના ભાગનો બુકડો બોલી જતાં ડમ્પરચાલક તેમાં ફસાઈ ગયો હતો.