રિપોર્ટ@ગુજરાત: પરિણીત મહિલાએ આ દિવસે વાળ ન ધોવા, પરિવાર પર આવી શકે છે મુશ્કેલી

પરિણીત મહિલાઓ માટે વાળ ધોવાના નિયમો
 
રિપોર્ટ@ગુજરાત: પરિણીત મહિલાએ આ દિવસે વાળ ન ધોવા, પરિવાર પર આવી શકે છે મુશ્કેલી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હિંદુ ધર્મમાં કેટલીય પરંપરાઓ સદીઓથી ચાલી આવે છે અને આજે પણ લોકો તેનું પાલન કરે છે. કેટલાક લોકો આ પરંપરા અને નિયમો  અનુસરે છે તો કેટલાક લોકો તેણે વહેમ ગણે છે. જોકે, આ પરંપરાઓ પાછળ કોઈ કારણ હોય છે. જેથી કેટલીક પરંપરાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

શાસ્ત્રોમાં વ્યક્તિના જન્મથી લઈને લગ્ન અને મૃત્યુ સુધીની અનેક પરંપરાઓ જોવા મળે છે.

વ્યક્તિની દિનચર્યાથી લઈને અંતિમ સંસ્કાર સુધી દરેક ક્ષણ સાથે કેટલીક પરંપરાઓ અને નિયમો જોડાયેલ છે, જેનું વ્યક્તિએ પાલન કરવાનું હોય છે. આવા જ કેટલાક નિયમોમાં પરિણીતાઓના વાળ ધોવાના કેટલાક ખાસ દિવસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યોતિષ અને વાસ્તુ વિશેષજ્ઞોએ પરિણીત મહિલાઓના વાળ ધોવાના કેટલાક નિયમો અને નિષિદ્ધ દિવસો અંગે જાણકારી આપી છે.

પરિણીત મહિલાઓ માટે વાળ ધોવાના નિયમો

અઠવાડિયાના અમુક દિવસોમાં પરણિત સ્ત્રીઓ વાળ ધોવે તો તેમના પતિ અને પરિવાર માટે સારું માનવામાં આવતું નથી. મહિલાઓએ મંગળવાર, ગુરુવાર અને શનિવારે વાળ ન ધોવા જોઈએ તેવી માન્યતા છે. ઘણી જગ્યાએ સોમવારે પણ વાળ ધોવાની મનાઈ હોય આવે છે. આ ઉપરાંત અમાસ, પૂનમ અને એકાદશીએ પણ પરિણીત મહિલાને વાળ ન ધોવાની સલાહ આપવામાં આવે છે. મહિલાઓ ઉપવાસ કરે તે દિવસે પણ વાળ ન ધોવા જોઈએ, અલબત તેઓ વ્રતના 1 દિવસ પહેલા વાળ ધોઈ શકે છે.

મહિલાઓએ કયા દિવસે, શા માટે વાળ ન ધોવા?

સોમવાર- સોમવારે વાળ ધોવા તે ઘરની ઉન્નતિ માટે સારું માનવામાં આવતું નથી. પણ તમે તે દિવસે વ્રત કરતા હોવ અને વાળ ધોવા ફરજિયાત હોય તો પલાશ ફૂલને હાથથી મેશ કરી વાળમાં લગાવો. ત્યારબાદ વાળ ધોઈ લો.

મંગળવાર- મંગળવારે પણ પરિણીત મહિલાઓના વાળ ધોવા પર મનાઈ છે. પણ જો તમારે મંગળવારે વાળ ધોવાના હોય તો આમળાના રસ કે આમળાના પાવડરની પેસ્ટ બનાવી તેનાથી વાળ ધોઇ શકો છો.

બુધવાર- નાના ભાઈ હોય તે મહિલાઓએ બુધવારે વાળ ન ધોવા જોઈએ. બુધવારનો સ્વામી બુધ ગ્રહ નાના ભાઈ-બહેનનો કારક છે. તે દિવસે વાળ ધોવાથી નાના ભાઈ-બહેનને દોષ લાગે છે. બુધવારે વાળ ધોવાથી ભાઈને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અલબત જો બુધવારે વાળ ધોવા જ પડે તેમ હોય તો તમારે પહેલા તુલસીના 4-5 પાન વાળમાં લગાવવા જોઈએ અને પછી વાળ ધોવા જોઈએ.

ગુરુવાર- ગુરૂવારે વાળ ધોવાથી પતિની ઉંમર ઓછી જતી હોવાની માન્યતા છે. સંતાન સંબંધી સમસ્યાઓ પણ થાય છે અને ઘરમાં બરકત રહેતી નથી. આ સાથે જ અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્ત્રીઓની કુંડળીમાં ગુરુ પતિ અને સંતાનનો કારક છે. આવી સ્થિતિમાં જો પરિણીત મહિલાઓ પોતાના વાળ ધોવે તો તેની અસર તેમના પતિ અને બાળકો પર પડે છે. તેમની ઉંમર ઓછી થાય છે. તેમને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. જોકે, વાળ ધોવા જરૂરી હોય તો બેસનમાં થોડી હળદર નાખીને વાળ ધોઈ લો.

શનિવાર- શનિવારે વાળ ધોવાથી પણ બચવું જોઈએ. પણ જો ધોવા જ હોય તો શનિ ભગવાનના દોષથી બચવા માટે પહેલા વાળમાં કાચુ દૂધ લગાવો અને પછી વાળને ધોઈ લો.

મહિલાઓ ક્યારે વાળ ધાઈ શકે

મહિલાઓ શુક્રવારે અને રવિવારે પોતાના વાળ ધોઈ શકે છે. પરંતુ જો તમે તે દિવસે વ્રત રાખ્યું હોય તો તમારે પહેલા જાસૂદના ફૂલનો રસ વાળમાં લગાવવો જોઈએ અને પછી વાળ ધોઈ લેવા જોઈએ.