રિપોર્ટ@ગુજરાત: એક સગીરને બળજબરીપૂર્વક સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ બનાવી દેવાયો હોવાનો આક્ષેપ કરાયો
સ્વામિનારાયણ સંતો સામે ગંભીર આક્ષેપ
May 16, 2024, 09:17 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. સુરતમાં એક સગીરને બળજબરીપૂર્વક સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ બનાવી દેવાયો હોવાનો આક્ષેપ કરાયો છે.
સગીરના પરિવારે વડતાલ ગાદીના સાધુ પર સગીરનું બ્રેઈનવોશ કર્યાનો પણ આક્ષેપ કર્યો છે. સગીરને ધોળા કપડા પહેરાવી ટકો કરાવી સાધુનો વેશ પહેરાવાઈ દેવાનો આક્ષેપ કરાયો છે.
આ તરફ મોટા સમઢિયાળાની સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકને સાધુ બનાવાના ઇરાદે બ્રેઇનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ છે.

