રિપોર્ટ@ગુજરાત: કૃષિમંત્રીએ વહેલી તકે પૂર અસરગ્રસ્તોને વળતર ચૂકવવાની ખાતરી આપી.
વળતર ચૂકવવાની ખાતરી આપી.
                                          Jul 27, 2024, 19:03 IST
                                            
                                        
                                     
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં વરસાદના કારણે પૂરની સ્થિતિ ઉભી થઇ છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જૂનાગઢના ઘેડ પંથકમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.
તેમણે અસરગ્રસ્તોને મળીને નુકસાનીનો તાગ મેળવ્યો. કૃષિમંત્રીએ વહેલી તકે વાહન વ્યવહાર શરૂ કરવા અને નુકસાનીનું વળતર ચૂકવવાની ખાતરી આપી.

