રિપોર્ટ@ગુજરાત: અમદાવાદ ઍરપોર્ટ પર દેશનું પહેલું હેલ્થ ચેકઅપ સેન્ટર ખુલશે, જાણો વધુ

પહેલું હેલ્થ ચેકઅપ સેન્ટર ખુલશે
 
રિપોર્ટ@ગુજરાત: અમદાવાદ ઍરપોર્ટ પર દેશનું પહેલું હેલ્થ ચેકઅપ સેન્ટર ખુલશે, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાય રોગો ફાટી નીકળતા હોય છે. જેને કારણે સુરક્ષા ધ્યાનમાં લેવામાં આવી રહી છે. લોકોની સુરક્ષા માટે અમદાવાદમાં હેલ્થ સેન્ટર ખોલવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો નવતર પ્રયોગ સાથે અમદાવાદ એરપોર્ટ પર દેશનું પહેલું હેલ્થ ચેકઅપ સેન્ટર ખુલ્લુ મુકવામાં આવશે.

અમદાવાદની એબી પ્લસ હોસ્પિટલ દ્વારા SVP ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 પર ‘હેલ્થ લાઉન્જ’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ હેલ્થ લાઉન્જ માત્ર 15-20 મિનિટમાં તમારુ ફૂલ બોડી સ્કેન કરી શકે છે.

અત્યારે હાલ આ હેલ્થ લાઉન્જમાં વિવિધ 7 પ્રકારના ટેસ્ટ થશે. અને આગામી સમયમાં વધારે સંસોધન કરી વિવિધ સેવાઓને એડ કરવામાં આવશે. જો કે ચેકઅપ માટે તમારે 500 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે.