રિપોર્ટ@ગુજરાત: અમદાવાદથી થાઈલેન્ડ અને સાઉદી અરેબિયા માટે સીધી ફ્લાઈટ શરૂ થશે
સીધી ફ્લાઈટ શરૂ થશે.
Jul 17, 2024, 18:42 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવાઈ મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. નવી ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. અમદાવાદથી થાઈલેન્ડ અને સાઉદી અરેબિયા માટે સીધી ફ્લાઈટ શરૂ થશે.
જેમાં 20મી જુલાઈથી અકાસા એરલાઇન્સ અઠવાડિયામાં બે વખત બુધવારે અને શનિવારે ઉડાન ભરશે.તો 15મી ઓગસ્ટથી અઠવાડિયામાં ચાર વખત થાઈ લાયન એરલાઇન્સ અમદાવાદથી બેંગકોકની સીધી ફ્લાઈટ શરૂ કરશે.