રીપોર્ટ@ગુજરાત: અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારી,યાત્રાળુઓની સુવિધામાં વિશેષ વધારો કરાયો
અંબાજીમાં ચોતરફ માતાજીની ઝાંખી જોવા મળશે.
Sep 12, 2023, 17:44 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શ્રાવણ માસ પૂરો થવા જઈ રહ્યો છે અને ભાદરવા મહિનાનો આરંભ થવા જઈ રહ્યો છે.ગુજરાતમાં ભાદરવી પૂનમના મહાકુંભની તૈયારીઓનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં મેળામાં 40 લાખ શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે. ત્યારે અંબાજીમાં ચોતરફ માતાજીની ઝાંખી જોવા મળશે. તથા પાણી, શૌચાલય, સ્વછતા, આશ્રય સ્થાનોની સુવિધા કરવામાં આવી છે. દર વર્ષ કરતા 750 વધુ સફાઈ કર્મીઓ મેળામાં ખડેપગે રહેશે.