રિપોર્ટ@ગુજરાત: પાંચમું પગાર પંચ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત સરકારે પાંચમા પગાર પંચ હેઠળ પગાર મેળવનારા બાકી રહેલા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના નાણાં વિભાગે 2 જૂન, 2026ના રોજ આ અંગે ઠરાવ જાહેર કરતાં કર્મચારીઓને વધારેલા દરે મોંઘવારી ભથ્થું ચૂકવવાની મંજૂરી આપી છે. સાથે જ અગાઉના સમયગાળાના બાકી એરિયર્સ પણ તબક્કાવાર ચૂકવવામાં આવશે.
સરકારના નિર્ણય મુજબ પાંચમા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓને 1 જુલાઈ 2022થી 396 ટકા, 1 જાન્યુઆરી 2023થી 412 ટકા, 1 જુલાઈ 2023થી 427 ટકા અને 1 જાન્યુઆરી 2024થી 443 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. વધારેલા દરનો લાભ કર્મચારીઓને જૂન-2026ના પગાર સાથે મળશે.
મહત્વની બાબત એ છે કે, 1 જુલાઈ, 2021થી 1 જાન્યુઆરી 2024 સુધીના સમયગાળામાં મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ કર્મચારીઓને હપ્તાવાર ચૂકવવામાં આવશે. જેના કારણે લાંબા સમયથી વધારાની રાહ જોતા કર્મચારીઓને આર્થિક રીતે મોટી રાહત મળશે.

