રીપોર્ટ@ગુજરાત: હાર્ટએટેકના બનાવોને લઇ આનંદીબહેન પટેલે જાહેરમંચ પર ચિંતા વ્યકત કરી
તેનું એનાલિસિસ થવું જોઈએ
Updated: Oct 23, 2023, 13:08 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટ એટેકના કારણે મોતના બનાવમાં વધારો થયો છે. તેમાં પણ નવરાત્રિ તહેવારો દરમિયાન તો રોકેટગતિએ કેસ વધ્યા છે. ત્રણ જ દિવસમાં ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે 12 જેટલા લોકોના મોત નિપજી ચૂક્યા છે. ત્યારે આજે પાટણમાં ખોડલધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે આ બનાવોને લઈ જાહેરમંચ પરથી ચિંતા વ્યકત કરી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને તેમણે કહ્યું કે, ગુજરાતમાં જે હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે તેનું એનાલિસિસ થવું જોઈએ. છેલ્લા એક વર્ષ દરમિયાન જે મહિલા, પુરુષો અને યુવાનોના મોત નિપજ્યા છે તેનો સ્ટડી કરાવવો જોઈએ અને જાણવું જોઈએ કે શા માટે આ ઘટનાઓ બની રહી છે?