રિપોર્ટ@ગુજરાત: ATSએ સિવિલ હોસ્પિટલ પાસે હથિયાર લઈને બેઠેલા 2 વ્યક્તિની ધરપકડ કરી

આરોપીઓ પાસેથી 2 કારતૂસ અને 6 રાઉન્ડ મળી આવ્યા હતા. બંને આરોપીની ધરપકડ કરી ATSએ તપાસ હાથ ધરી છે.
 
રિપોર્ટ@ગુજરાત: ATSએ સિવિલ હોસ્પિટલ પાસેથી હથિયાર લઈને બેઠેલા 2 વ્યક્તિની ધરપકડ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક હથિયાર મળી આવતા હોય છે. ગુજરાત ATSએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસેથી હથિયાર લઈને બેઠેલા બે વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 2 પિસ્તોલ અને 6 રાઉન્ડ કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓ અગાઉની હત્યાનો બદલો લેવા સાત હથિયાર લઈને ફરતા હતા. બંને આરોપીઓ બોટાદના રહેવાસી છે. બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત ATSએ સિવિલ હોસ્પિટલ પાસેથી યુ.એન મહેતા હોસ્પિટલના ઇનગેટ અને આઉટગેટની વચ્ચે ફૂટપાથ પર બેઠેલા મુનાફ માંકડ અને તૌસિફ વોરા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 2 કારતૂસ અને 6 રાઉન્ડ મળી આવ્યા હતા. બંને આરોપીની ધરપકડ કરી ATSએ તપાસ હાથ ધરી છે. બંને મૂળ બોટાદના રહેવાસી છે.

આરોપી મુનાફ સામે 8 ગુના અને તૌસિફ સામે 7 ગુના નોંધાયેલા છે. બે વર્ષ અગાઉ આરોપી મુનાફ અને તેનો ભાઈ મોહસીન બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે સિરાજ ડોન અને અફઝલ નામના વ્યક્તિએ ફાયરિંગ કરીને હત્યા, ત્યારે મોહસીનની હત્યા કરી હતી. આ હત્યાનો બદલો લેવા બંને હથિયાર સાથે લઈને ફરતા હતા.