રિપોર્ટ@ગુજરાત: બેકલોગ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખાવાનાપડે માટે,લાઇસન્સના ઓનલાઇન બેકલોગની ફેસલેસ સુવિધા ફરી શરૂ

  • અરજદારોને વારંવારના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે
 
અરજદારોને વારંવારના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જૂના વાહનોની આર.સી. બુક અને જૂના લાઇસન્સના બેકલોગની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે પ્રયાસો કરાયા છે, વાહન અને લાયસન્સના સેલ્ફ બેકલોગ એટલે કે ઓનલાઈન બેકલોગ માટે પરિવહન વેબસાઈટ પર ફેસલેસ સુવિધા ફરી વાર શરૂ કરાઈ છે, તેમ રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે જણાવ્યું છે.જૂના વાહનોની આર.સી. બુક અને જૂના લાઇસન્સના બેકલોગની પ્રક્રિયા સરળ બનાવવા માટે તંત્રે નિર્ણય કર્યો છે. ઓનલાઇન બેકલોગ સેવા ફરી કાર્યરત કરાઈ છે. આરટીઓમાં બેકલોગ માટે એક જગ્યાથી બીજી જગ્યાએ અરજદારોને ધરમ ધક્કા ખાવા પડતાં હતા, તેમાંય બપોરના સમયે કોઈ અરજદાર જાય તો તેવા કિસ્સામાં બીજા દિવસે સવારે આવવાની સૂચના અપાતી હતી, એમાંય ચોક્કસ સંખ્યામાં ટોકન અપાતાં હતા, જો એ પૂરા થાય તો વારંવાર ધક્કા ખાવાની નોબત આવતી હતી. રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે જણાવ્યું છે કે, જૂના વાહનોની આરસી બુક અને જૂના લાયસન્સના બેકલોગની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા કેન્દ્રના માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા પ્રયાસો કરાયા છે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આ પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો તથા મંજૂરીની પ્રક્રિયા સહિતના સૂચિત ફેરફારોને એનઆઈસી દ્વારા પરિવહન વેબસાઈટ પર આવરી લઈ વાહન અને લાયન્સના સેલ્ફ બેકલોગ એટલે કે ઓનલાઈન બેકલોગ માટે ફેસલેસ સુવિધા ફરી શરૂ કરાઈ છે.