રિપોર્ટ@ગુજરાત: બેન્કો ગ્રાહકોને આપી રહી છે સૌથી સસ્તી પર્સનલ લોન, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
તમને અચાનક પૈસાની જરૂર પડે તો તમે પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. અમે તમને એવી બેન્કો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં સૌથી સસ્તી પર્સનલ લોન મળે છે. પર્સનલ લોન એ અન્ય લોનની સરખામણીમાં ખૂબ જ મોંઘી લોન છે. તેના વ્યાજ દર ખૂબ ઊંચા છે. આવી સ્થિતિમાં અમે તમને એવી 5 બેન્કો વિશે જણાવી રહ્યા છીએ જે સૌથી ઓછા વ્યાજ દર ઓફર કરી રહી છે.
બેન્ક ઓફ મહારાષ્ટ્ર તેના ગ્રાહકોને 10 ટકા કે તેથી વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે. આ વ્યાજ 20 લાખ રૂપિયાની રકમ પર આપવામાં આવી રહ્યું છે. લોનની મુદત 84 મહિના છે. પંજાબ એન્ડ સિંધ લાખ રૂપિયાની પર્સનલ લોન માટે 10.15 ટકાથી 12.80 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે. તમે આ લોન 60 મહિનામાં ચૂકવી શકો છો.
બેન્ક ઓફ ઈન્ડિયા 20 લાખ રૂપિયાની પર્સનલ લોન પર 10.25 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આ લોનની મુદત 84 મહિનાની છે. ઇન્ડસઇન્ડ બેન્ક 12 થી 60 મહિનાની મુદત માટે 3 થી 25 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત લોન પર 10.25 ટકાથી 32.02 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરે છે.
બેન્ક ઓફ બરોડા ગ્રાહકોને 48 થી 60 મહિનાની મુદત માટે 5 લાખથી 20 લાખ રૂપિયા સુધીની રકમ પર 10.35 ટકાથી 17.50 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.